ભેંસ ફાર્મ
દરેક ભેંસમાંથી વધુ દૂધ અને વધુ ફેટ.
મુર્રા, ગ્રેડેડ મુર્રા અને દેશી ભેંસો માટે ખોરાક ચાર્ટ: નિભાવ, દૂધ, ગાભણપણું અને વૃદ્ધિ માટે રોજ કેટલું ખવડાવવું.
ભેંસને રોજ કેટલો ખોરાક જોઈએ?
પહેલાં તેનો નિભાવ, પછી તે આપે તે દૂધના દરેક લિટર માટે 1.25 kg TMR-E સંપૂર્ણ આહાર. જરા પણ ચારો ન હોય તો નિભાવ માટે રોજ 8–9 kg TMR-E. એટલે ચારા વગર 8 લિટર દૂધ આપતી ભેંસને રોજ લગભગ 18–19 kg TMR-E જોઈએ: 8–9 kg તેના શરીર માટે અને 10 kg દૂધ માટે. ચારો હોય તો ઘણો ઓછો જોઈએ.
ભેંસનો ખોરાક ચાર્ટ: રોજનો નિભાવ
ભરપૂર લીલો ચારો
રોજ 28–30 kg લીલો ચારો. નિભાવ માટે TMR-E ની જરૂર નથી.
ફક્ત સૂકો ચારો
રોજ 9–10 kg સૂકો ચારો (પરાળ કે કડબ).
થોડો લીલો, થોડો સૂકો
રોજ 14–15 kg લીલો ચારો અને 4–5 kg સૂકો ચારો.
જરા પણ ચારો નહીં
રોજ 8–9 kg TMR-E. એકલો TMR-E પણ તેનો પૂરો ખોરાક બની શકે.
પછી, દૂધ માટે
તે આપે તે દરેક લિટર માટે 1.25 kg TMR-E ઉમેરો. 4 લિટર → 5 kg. 8 લિટર → 10 kg.
ભેંસ કે ગાય: શું બદલાય છે
ભેંસને લિટર દીઠ વધુ ખોરાક કેમ જોઈએ?
ભેંસનું દૂધ ગાયના દૂધ કરતાં ઘટ્ટ હોય છે: દરેક લિટરમાં વધુ ફેટ અને વધુ ઘન તત્ત્વો, ઘણી વાર 6–8% ફેટ. આ ઘટ્ટ દૂધ બનાવવા વધુ ઊર્જા અને પ્રોટીન જોઈએ, એટલે દરેક લિટર માટે તેને વધુ ખોરાક જોઈએ. ડેરી આ ઘટ્ટપણાના પૈસા આપે છે, એટલે દૂધ અને ફેટ માટે તેને સારું ખવડાવવાનું વળતર મળે છે.
દરેક ભેંસને શું જોઈએ
દૂધ આપતી
નિભાવ, ઉપરાંત દરેક લિટર માટે 1.25 kg TMR-E. સાથે Milk Booster: 4 લિટર સુધી રોજ 1 સેશે, તેનાથી વધુ દૂધ હોય તો 2 સેશે.
વસૂકેલી
ફક્ત નિભાવ: તેનો ચારો, અથવા ચારો ન હોય તો રોજ 8–9 kg TMR-E.
ગાભણ
રોજ વધારાનો TMR-E: મહિના 1–3 માં +1 kg, મહિના 4–7 માં +2 kg, મહિના 8–10 માં +3 kg. તે દૂધ આપતી હોય કે વસૂકેલી, બંનેમાં સરખું.
પાડી અને બચ્ચાં
શરીરના વજન મુજબ, લીલા ચારા સાથે: 100 kg પર રોજ લગભગ 2 kg TMR-E, 150 kg પર 3 kg, 200 kg પર 3.5 kg અને 250 kg થી 4 kg. લીલો ચારો ન હોય તો 1.5 kg વધુ આપો. 3 મહિનાથી નાનાં બચ્ચાં: દૂધ અને કાફ સ્ટાર્ટર, TMR-E નહીં.
દૂધ અને ફેટ સાચવતી ભેંસની સંભાળ
- તેને ઠંડી રાખો. ભેંસને ગાય કરતાં ગરમી વધુ લાગે છે: છાંયડો આપો, અને ગરમ કલાકોમાં તેને પાણીમાં બેસવા દો અથવા તેના પર પાણી છાંટો.
- આખો દિવસ તેની સામે ચોખ્ખું પાણી, ઉનાળામાં વધુ.
- ખોરાક એક અઠવાડિયામાં ધીમે ધીમે બદલો, રોજ નવો ખોરાક થોડો વધારે.
- રોજ એક જ સમયે, શાંતિથી દોહો, અને પૂરું દોહી લો: છેલ્લા દૂધમાં સૌથી વધુ ફેટ હોય છે.
- વિયાણ પછી તે ગરમીમાં આવે તેનું ધ્યાન રાખો. ભેંસ ઘણી વાર ચૂપચાપ, રાત્રે કે વહેલી સવારે ગરમીમાં આવે છે. તે ગરમીમાં ન આવી હોય તો તમારા પશુ ડૉક્ટરને પૂછો.
- આઉ (બાવલું) ગરમ, કઠણ કે સોજેલું હોય, અથવા દૂધમાં ગાંઠા દેખાય: તમારા પશુ ડૉક્ટરને બોલાવો.
તમારી ભેંસો, તમારા આંકડા
ખોરાક યોજના તમારી બધી ભેંસો અને તમારી પાસેના ચારાનો હિસાબ કરી આપે છે: રોજના kg, મહિનાની થેલીઓ અને દૂધના દરેક લિટર પર તમારો ખોરાક ખર્ચ.